Get App

SIM Card Rules: 1 ડિસેમ્બરથી સિમ ખરીદવાના નવા નિયમો થશે લાગુ, જાણો કેટલા રાખી શકશો

SIM Card Rules: ભારત સરકાર ઓનલાઈન સ્કેમ્સ અને છેતરપિંડી કોલ્સ રોકવા માટે લગામ કડક કરવાની તૈયારી કરી રહી છે. આ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ફ્રોડ કોલને રોકવા માટે સિમ કાર્ડની ખરીદી અને વેચાણ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો 1 ડિસેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અગાઉ આ નિયમ 1 ઓક્ટોબર, 2023થી લાગુ થવાનો હતો.

MoneyControl Newsઅપડેટેડ Nov 01, 2023 પર 3:52 PM
SIM Card Rules: 1 ડિસેમ્બરથી સિમ ખરીદવાના નવા નિયમો થશે લાગુ, જાણો કેટલા રાખી શકશોSIM Card Rules: 1 ડિસેમ્બરથી સિમ ખરીદવાના નવા નિયમો થશે લાગુ, જાણો કેટલા રાખી શકશો
SIM Card Rules: આ નવા નિયમો લાગુ થયા બાદ એક આઈડી પર મર્યાદિત સંખ્યામાં જ સિમ ખરીદી શકાશે.

SIM Card Rules: કેન્દ્ર સરકારે સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યો હતો. આ પછી, આ ફેરફાર 1 ઓક્ટોબર, 2023 થી લાગુ થવાનો હતો. પરંતુ અમલ કરી શકાયો નથી. સરકારે હવે આ નવા નિયમોને 1 ડિસેમ્બર, 2023થી સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે. ટેલિકોમ કંપનીઓએ તેને લાગુ કરવા માટે સમય માંગ્યો હતો. જેના પર દૂરસંચાર વિભાગે તેને લાગુ કરવા માટે ટેલિકોમ કંપનીઓને 2 મહિનાનો વધારાનો સમય આપ્યો છે.

આ નવા નિયમો લાગુ થયા બાદ એક આઈડી પર મર્યાદિત સંખ્યામાં જ સિમ ખરીદી શકાશે. મતલબ કે વધારાના સિમ ખરીદવા પર કડકાઈ આવશે. નવા નિયમો હેઠળ, સિમ કાર્ડ વિક્રેતાઓએ નોંધણી અને સિસ્ટમમાં જોડાતા પહેલા KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

10 લાખનો દંડ થઈ શકે છે

નવા નિયમો લાગુ થયા બાદ જથ્થાબંધ સિમ ખરીદનારાઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે. નવા નિયમ અનુસાર, જો 30 નવેમ્બર પછી, કોઈપણ ટેલિકોમ કંપની કોઈપણ વેચાણકર્તાને નોંધણી વગર સિમ વેચવાની મંજૂરી આપે છે. તો આવી સ્થિતિમાં તેના પર 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. તમામ ડીલરોએ 30 નવેમ્બર 2023 સુધીમાં નોંધણી કરાવવી જરૂરી છે. આ નોંધણીની પ્રક્રિયામાં, સિમ કાર્ડ વેચનાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે લેખિત કરાર જરૂરી રહેશે. નકલી સિમ કાર્ડ અને નાણાકીય છેતરપિંડીના જોખમને રોકવા માટે સરકાર દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો