નવેમ્બર મહિનાનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલથી વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર (December) શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ ડિસેમ્બર પણ ઘણા મોટા ફેરફારો (Changes from 1 st December)ની સાથે શરૂ થઈ રહ્યો છે. આ ફેરફારો તમારા રસોડાના બજેટથી લઈને બેન્ક સુધી સંબંધિત છે, જેની સીધી અસર તમારા પર પડશે. ફેરફારોની લિસ્ટમાં એલપીજીના ભાવ (LPG Price)માં વધારો અથવા ઘટાડો સામેલ છે, જ્યારે હવે સિમ મેળવવા માટે પણ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આવો આવા 5 મોટા ફેરફારોના વિશેમાં જાણીએ..

