Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપમાં ઉમેદવારો માટે મંથન તેજ થયું છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ મહિનાના અંત સુધીમાં 100 ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. આ ઉમેદવારો તે બેઠકો પર જાહેર કરવામાં આવશે જેને પાર્ટી પોતાના માટે મુશ્કેલ માની રહી છે. સમગ્ર મામલાની જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે 100 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. તેમાં યુપી, બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં આ બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પાર્ટી ઈચ્છે છે કે અહીં અગાઉથી તૈયારીઓ કરી લેવામાં આવે.