જો તમે કોઈ જમીન (Land), ફ્લેટ, મકાન કે બિલ્ડિંગ ખરીદ્યું હોય તો તમારે પ્રૉપર્ટી ટેક્સ (Property Tax) ભરવો પડશે. કોઈપણ પ્રકારની સ્થાવર સંપત્તિ પર પ્રોપર્ટી ટેક્સ ભરવો ફરજિયાત છે, જે સંબંધિત નિકાયમાં જમા કરાવવાનો રહેશે. સ્થાવર સંપત્તિના માલિકે છ મહિના કે ફરી વર્ષના આધાર પર Property Tax આપવાનો રહેશે. જો તમે આ ટેક્સ નહીં ભરો તો તમારે દંડની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.