Get App

Jio Air Fiber: જિયો એરફાઈબરથી મળશે બંપર સ્પીડ, સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયામાં

MoneyControl Newsઅપડેટેડ Sep 19, 2023 પર 3:48 PM
Jio Air Fiber: જિયો એરફાઈબરથી મળશે બંપર સ્પીડ, સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયામાંJio Air Fiber: જિયો એરફાઈબરથી મળશે બંપર સ્પીડ, સૌથી સસ્તો પ્લાન 599 રૂપિયામાં
દેશની દિગ્ગજ ટેલીકૉમ કંપની રિલાયંસ જિયોએ જિયો એરફાઈબરને આજે લૉન્ચ કરવાની તૈયારીમાં છે.

Jio Air Fiber: દેશની દિગ્ગજ ટેલીકૉમ કંપની રિલાયંસ જિયો (Reliance Jio) એ જિયો એરફાઈબર (Jio AirFiber) ને આજે લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 46 મી AGM મીટિંગમાં જાહેરાત કરી હતી કે જિયો એર ફાઈબરને ગણેશ ચતુર્થીના મોકા પર 19 સપ્ટેમ્બરના લૉન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જિયો એર ફાઈબર બ્રૉડબેંડનું એક નવુ વર્ઝન છે. તેમાં યૂઝર્સને વગર કોઈ તારના ઈંટરનેટ સર્વિસ મળશે. તેને ઘર કે ઑફિસ ક્યાંય પર લગાવી શકાશે. જિયો એર ફાઈબર વાયરલેસ ડોંગલની જેમ કામ કરશે. તેમાં 1.5 Gbps ની સ્પીડ મળશે.

હાલના વર્તમાન સમયમાં બ્રૉડબેંડ કનેક્શન લેવા પર ફાઈબર લાઈનના દ્વારા ઈંટરનેટની સુવિધા આપવામાં આવે છે. પરંતુ જિયો એર ફાઈબરમાં કોઈપણ રીતના ઈંફ્રાસ્ટ્રક્ચરની જરૂર નહીં પડે. તેને તમે ખુબ સરળતાથી ઈંસ્ટોલ કરી શકો છો. જિયો એર ફાઈબર જિયો ફાઈબરથી અલગ એક વાયરલેસ ઈંટરનેટ ડિવાઈઝ છે.

599 રૂપિયાથી શરૂ થાય છે પ્લાન

તેને કનેક્ટ કરવા માટે તેના સેટએપ જિયો એપની જરૂર પડશે. એપમાં યૂઝર્સને જિયો એર ફાઈબરને સેટ કરવા માટે ઘણા બધા ઑપ્શન મળશે. આ ડિવાઈઝ 100 સ્કવેયર ફીટના એરિયામાં હાઈ-સ્પીડ ઈંટરનેટ ઑફર કરે છે. કંપનીએ હજુ તેની કિંમતનો ખુલાસો નથી કર્યો. રિપોર્ટ જોઈએ તો 6000 રૂપિયાની આસપાસ તેની પ્રાઈઝ ટેગની સાથે આવી શકે છે. જિયો એર ફાઈબરના પ્લાંસની વાત કરીએ તો 599 રૂપિયાથી 3,999 રૂપિયાની વચ્ચે આવે છે. તેમાં કંપની 1 Gbps સુધીની સ્પીડ, અનલિમિટેડ ડેટા અને ઓટીટી સબ્સક્રિપ્શન ઑફર કરી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો