જો તમારી પાસે કરોડો રૂપિયા છે અને તમે આલીશાન બંગલો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં દેશની રાજધાની દિલ્હીમાં એક બંગલાની હરાજી થવાની છે. આ બંગલાની કિંમત પણ 135 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બંગલો દિલ્હીના હેલી રોડ પર આવેલો છે. જે દિલ્હીનો ખૂબ જ શાંત અને પોશ વિસ્તાર માનવામાં આવે છે. આ પોશ વિસ્તારમાં આવા બીજા ઘણા આલીશાન બંગલા છે.