DLFનો નવો પ્રોજેક્ટ ધ આર્બર બોલિવૂડ ફિલ્મ પઠાણની જેમ હિટ સાબિત થયો છે. આ લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ ગુરુગ્રામમાં છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 1,137 ફ્લેટ વેચાયા છે. એક ફ્લેટની કિંમત 7 કરોડ રૂપિયા કે તેથી વધુ છે. લોન્ચ થયાના ત્રણ દિવસમાં કંપનીને આ પ્રોજેક્ટના વેચાણમાંથી રૂપિયા 8,000 કરોડથી વધુની રકમ મળી છે. 95% ખરીદદારો NRIs, CXOs, સાહસિકો, વકીલો, ડૉક્ટરો જેવા લોકો છે. DLFના ટોપના અધિકારીઓએ મનીકંટ્રોલને આ માહિતી આપી હતી. કંપનીના ગ્રૂપ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઑફિસર આકાશ ઓહરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ઘર ખરીદવા માટે ઘણા ખરીદદારોએ તેમની બેન્ક એફડી તોડી અને મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી લીધા છે.