મેન્ડરસ પાર્ટનર્સ મેનેજીંગ પાર્ટનરના નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે DLFએ દલ્હી ગુરૂગ્રામમાં 3 દિવસમાં 7 કરોડની કિંમતના 1137 ફ્લેટ વેચ્યા. DLF નોર્થ સાથે ભારત ભરમાં પ્રખ્યાત ગ્રુપ છે. 10 વર્ષ બાદ DLFનો મોટો પ્રોજેક્ટ આવ્યો. માર્કેટિંગ ખૂબ સારી રીતે થવાથી રિસ્પોન્સ છે. ગુરૂગ્રામનુ આ લોકેશન ખૂબ સારૂ હોવાથી માંગ સારી છે. 30 એકરના લેન્ડ પાર્સલમાં 5 ટાવરનો પ્રોજેક્ટ છે. NCRનુ પ્રોપર્ટી માર્કેટ બાકી જગ્યાથી અલગ છે. અહી બ્રોકર્સ પહેલા પ્રોજેક્ટમાં બ્લક બુકિંગ થતા હોય છે. આ પ્રોજેક્ટમાં પણ બ્રોકર અને ઇન્વેસ્ટરનુ બુકિંગ હોઇ શકે. કેપિટલ ગેઇનનો બદલાવ લાગુ થાય તે પહેલા ટ્રાન્ઝેકશન થયા છે.