Get App

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ કઇ રીતે થઇ શકે પર્યાવરણને સુસંગત?

કલિંગ પોર્વાલના મતે રિયલ એસ્ટેટ પર્યાવરણ સંવધર્નમાં મોટો ફાળો આપી શકે. રિયલ એસ્ટેટ સસ્ટનેબલ એનર્જી અંગે જાગૃતતા લાવી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 03, 2023 પર 3:37 PM
પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ કઇ રીતે થઇ શકે પર્યાવરણને સુસંગત?પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ કઇ રીતે થઇ શકે પર્યાવરણને સુસંગત?
અનુપ ભાર્ગવાના મતે ડેવલપર્સ કોસ્ટ બેનિફિટ અનાલિસિસ કરવુ પડશે. લોંગ ટર્મ માટે ગ્રીન ઇનીસ્યેટીવ પ્રોજેક્ટ માટે ફાયદા કારક છે.

એમ્પાયર સેન્ટ્રમના CEO & ડિરેક્ટર અનુપ ભાર્ગવાનું કહેવુ છે કે પ્રોજક્ટમાં એનર્જી અફસિયન્સી વાળી ડિઝાઇનિંગનો ઉપયોગ થવો જોઇએ. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ રિયલ એસ્ટેટમાં થવો જોઇએ. સોલાર એનર્જીનો ઉપયોગ, વોટર કન્ઝર્વેશનના પ્રયાસ થવા જોઇએ. રેન વોટર હાર્વેસ્ટિંગ દરેક પ્રોજેક્ટમાં હોવુ જોઇએ.

અનુપ ભાર્ગવાના મતે ડેવલપર્સ કોસ્ટ બેનિફિટ અનાલિસિસ કરવુ પડશે. લોંગ ટર્મ માટે ગ્રીન ઇનીસ્યેટીવ પ્રોજેક્ટ માટે ફાયદા કારક છે. સરકાર ગ્રીન પ્રોજેક્ટ માટે અમુક ખાસ રાહતો પણ આપતી હોય છે. ગ્રીન પ્રોજેક્ટની કિંમતો પણ સારી મળતી હોય છે.

રેન્યુઅલ એનર્જીનો કઇ રીતે ઉપયોગ થઇ શકે? આ સવાલના જવાબ અનુપ ભાર્ગવાએ કહ્યુ કે સોલાર પાવર પેનલ વગેરેનો ઉપયોગ થવો જોઇએ. વપરાશ જેટલી એનર્જી પ્રોજેક્ટમાં બને તેવા પ્રયાસ થવા જોઇએ. ઓછુ પાણી વપરાય એવા સાધનોનો ઉપયોગ થવો જોઇએ. વેટ વેસ્ટ મેનેજમેન્ટ પર પણ ધ્યાન અપાઇ શકે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા થવી જોઇએ. પાણીનો દુરઉપયોગ ન થાય તેની કાળજી લેવી જોઇએ. આવા પ્રયાસોથી પ્રોપર્ટીની વેલ્યુ વધતી જોવા મળશે.

અર્બન પ્લાનિંગ અને ઝોનિંગ કેટલુ મહત્વનું? આ સવાલના જવાબમાં અનુપ ભાર્ગવાએ કહ્યુ મિક્સ યુઝ ડેવલપમેન્ટ કરી શકાય છે. જેનાથી કમ્યુટને માટે થતા એનર્જીનો યુઝ ઘટશે. વર્ટિકલ ગાર્ડન, વર્ટિકલ ગ્રીન વોલ બનાવી શકે છે. પ્રોજેકટમાં ગ્રીન સ્પેસ વધારી શકાય. ટાઉનશિપ પ્રોજેક્ટને અફોર્ડેબલ અને સસ્ટેનેબલ બનાવી શકાય. નેચરલ રિસોર્સને કન્ઝર્વ કરી શકાય તેવા પ્રયાસ કરવા જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો