Get App

પ્રોપર્ટી ગુરુ: ગુજરાતમાં હોમલોન ડિઝબર્ઝમેન્ટમાં થયો વધારો

આગળ જાણકારી લઈશું કુશમેન એન્ડ વેકફિલ્ડ ઈન્ડિયા પ્રા. લિ, ડિરેક્ટર & હેડ ઓફ ટ્રાન્ઝેક્શન, જીગર મોતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jun 17, 2023 પર 12:33 AM
પ્રોપર્ટી ગુરુ: ગુજરાતમાં હોમલોન ડિઝબર્ઝમેન્ટમાં થયો વધારોપ્રોપર્ટી ગુરુ: ગુજરાતમાં હોમલોન ડિઝબર્ઝમેન્ટમાં થયો વધારો

Credai પ્રાઇસ ટ્રેકર રિપોર્ટ મુજબ દેશની ટાપ 8 શહેરોમાં ઘરની કિંમત 8 ટકા વધી છે. અમદાવાદમાં ઘર 8 ટકા મોંઘા થયા છે. અમદાવાદના દરેક વિસ્તારોમાં ઘરોની કિંમત વધી રહી છે. માઇગ્રેશનને કારણે અમદાવાદમાં ઘરોની માંગ વધી રહી છે. જમીનની કિંમતોમાં વધારો થવાથી ઘરની કિંમતો વધી રહી છે. વેસ્ટ અમદાવાદમાં કિંમતો વધારે છે. હવે ઇસ્ટ અમદાવાદમાં પણ પ્રોપર્ટી મોંઘી થઇ છે.

દરેક સેગ્મેન્ટની પ્રોપર્ટીની કિંમતો વધી વધી છે. વસ્ત્રાલ થી નિકોલ વિસ્તારમાં કિંમતો વધી રહી છે. વૈષ્ણવ દેવી, ત્રાગડ, સાઉથ બોપલ અને શેલામાં કિંમતો વધી રહી છે. ગુજરાતમાં હોમલોન ડિઝબર્ઝમેન્ટની રકમમાં 60 ટકાનો વધારો થયો છે. ગુજરાત બહારથી પણ માઇગ્રેશન ગુજરાતમાં થયુ છે. લક્ઝરી અને સેમી લકઝરી સેગ્મેન્ટમાં ઘરોની માંગ વધી રહી છે. અફોર્ડેબલ સેગ્મેન્ટના ઘરોની પણ માંગ વધી રહી છે.

કોવિડ દરમિયાન હોમલોનના વ્યાજદર ઘણા નીચા હતા. ઓછા વ્યાજદરને કારણે લોન પર ઘરોની ખરીદારી થઇ છે. નોકરી કરનાર લોકો પર વ્યાજદર વધારાની અસર આવી શકે છે. પગારદાર વર્ગ લોન લેતા પહેલા ફેરવિચારણા કરી શકે છે. ગ્લોબલ સ્થિતીને જોતા વ્યાજદરમાં વધારો શક્ય છે. સસ્ટેનેબિલિટી તરફ હવે કામ કરવું જરૂરી છે. લીડ સર્ટિફાઇડ બિલ્ડિંગ્સની માંગ વધી રહી છે.

ગ્રીન સર્ટિફિકેશન સાથેના પ્રોજેક્ટની માંગ વધી રહી છે. મલ્ટીનેશનલ કોર્પોરેશન આવી સર્ટિફાઇડ બિલ્ડિંગ્સ ઇચ્છે છે. લાર્જ ઇન્ડિયન કોર્પોરેટસની પણ સસ્ટેનેબલ બિલ્ડિંગ્સની માંગ વધી રહી છે. રિયલ સેક્ટર હવે ગ્રીન બિલ્ડિંગ્સ પર ભાર આપે છે. લીડ બિલ્ડિંગ્સ માટે અમુક પ્રીમિયમ ચાર્જ લાગે છે. આવા બિલ્ડિંગ્સનો ઓપરેશન કોસ્ટ ઘણી ઓછી થાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો