Get App

દુબઈના જુમેરા બે દ્વીપ પર રુપિયા 278 કરોડમાં વેચાયું રેતીનું મેદાન, જાણો શું છે ખાસ

Dubai: બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, દુબઈના જુમેરાહ ખાડીમાં જે પ્લોટ વેચવામાં આવ્યો છે. તેનો ખરીદનાર મૂળ દુબઈનો રહેવાસી નથી. તેણે આ પ્રોપર્ટી પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે ખરીદી છે. તે આ પ્લોટ પર ઘર બનાવવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ખાલી પ્લોટ રેકોર્ડ બ્રેક કિંમતે વેચવામાં આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 25, 2023 પર 6:23 PM
દુબઈના જુમેરા બે દ્વીપ પર રુપિયા 278 કરોડમાં વેચાયું રેતીનું મેદાન, જાણો શું છે ખાસદુબઈના જુમેરા બે દ્વીપ પર રુપિયા 278 કરોડમાં વેચાયું રેતીનું મેદાન, જાણો શું છે ખાસ
મહત્વનું છે કે, દુબઈમાં ટેક્સ અને ક્રાઈમ ઓછા છે. જેના કારણે દુનિયાભરના અમીર લોકો ત્યાં પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

Dubai: દુબઈ તેની ભવ્યતા અને વૈભવી જીવનશૈલી માટે પ્રખ્યાત છે. આ શહેર દુનિયાભરના અબજોપતિઓનું ઘર છે. ઘણા ઉદ્યોગપતિઓએ અહીંની પ્રોપર્ટીમાં મોટું રોકાણ કર્યું છે. પામ જુમેરાહ પર એપાર્ટમેન્ટ, વિલા અને બંગલાની કિંમત કરોડોમાં છે. એ જ રીતે, દુબઈના જુમેરાહ બે આઈલેન્ડમાં, 24,500 ચોરસ ફૂટનો પ્લોટ રેકોર્ડ 125 મિલિયન દિરહામ અથવા લગભગ રૂ. 278 કરોડમાં વેચવામાં આવ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર જે વ્યક્તિએ આ પ્લોટ ખરીદ્યો છે. તે મૂળ દુબઈનો રહેવાસી નથી. તેણે પરિવાર સાથે રજાઓ ગાળવા માટે આ પ્લોટ ખરીદ્યો છે. તે અહીં ઘર બનાવવા માંગે છે.

આ મોંઘી મિલકત કોણે ખરીદી છે? તેનું નામ હજુ જાહેર થયું નથી. આ પ્લોટ 19મી એપ્રિલે ખરીદવામાં આવ્યો છે. પ્લોટ વેચનાર વ્યક્તિ યુકેનો રહેવાસી છે. તે ફેશન રિટેલર પ્રીટી લિટલ થિંગના સ્થાપક છે. તેની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે. રિયલ એસ્ટેટ બ્રોકર્સ આગાહી કરે છે કે રેકોર્ડ તૂટવાનું ચાલુ રહેશે.

વિક્રેતાએ રુપિયા 81.43 કરોડમાં ખરીદ્યું

બ્રોકરેજ ફર્મ નાઈટ ફ્રેન્કના હેડ એન્ડ્ર્યુ કમિંગે કહ્યું કે અત્યાર સુધી મોંઘી પ્રોપર્ટીના વેચાણના સમાચાર આવતા હતા. તેમાં વૈભવી વિલા અથવા લક્ઝરી પેન્ટહાઉસ હતા. આટલી ઊંચી કિંમતે ખાલી પ્લોટ વેચવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. દુબઈ લેન્ડ રેકોર્ડ દર્શાવે છે કે આ જમીન વેચનાર વ્યક્તિએ બે વર્ષ પહેલા તેને 36.5 મિલિયન દિરહામ (લગભગ 81.43 કરોડ રૂપિયા)માં ખરીદી હતી. હવે તેણે તેને 88.5 મિલિયન દિરહામ એટલે કે લગભગ 197 કરોડ રૂપિયાના નફા સાથે વેચી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો